Breaking

Tuesday, 25 June 2019

ભારતના આ 5 અજીબોગરીબ ગામ, જેને એકવાર જરૂર જોવા માંગશો, જાણો દરેક ગામની પોતાની ખાશીયત

ભારતના આ 5 અજીબોગરીબ ગામ, જેને એકવાર જરૂર જોવા માંગશો, જાણો દરેક ગામની પોતાની ખાશીયત

1. એક ગામ જ્યાં દૂધ દહીં મફત મળે છે. :-


આ ગામના લોકો ક્યારેય પણ દૂધ કે દૂધથી બનવાવાળી વસ્તુને વેંચતા નથી. પરંતુ એવા લોકોને મફતમાં આપી દે છે. જેમની પાસે ગાય કે ભેંસ નથી. ધોકડા ગુજરાતમાં આવેલું એ ગજબ ગામ છે. આજે જયારે માણસાઈ જાણે ખોવાઈ ગઈ છે, લોકો પાણી સુદ્ધા નથી પૂછતાં ત્યાં સ્વેતક્રાંતિ માટે પ્રસિદ્ધ આ ગામ દૂધ, દહીં વગેરે એમજ આપી દે છે. અહીં રહેવાવાળા એક પૂજારી કહે છે કે તેમને મહિનામાં લગભગ 7500 રૂપિયાનું દૂધ ગામ માંથી મફત મળે છે.

2. આ ગામમાં આજે પણ રામ રાજ્ય છે. :-

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં શનિ શિંન્ગનાપુર ભારતનું એક એવું ગામ છે. જ્યાં લોકોના ઘરમાં મુખ્ય દરવાજો નથી. એટલુ કે લોકોની દુકાનમાં પણ દરવાજો નથી, અહીં કોઈપણ પોતાની બહુમૂલ્ય વસ્તુઓને તાળા-ચાવીમાં બંધ કરીને નથી રાખતા છતાં પણ ગામમાં આજ સુધી ક્યારેય પણ ચોરી નથી થઈ.

3. એક અનોખું ગામ જ્યાં દરેક વ્યક્તિ સંસ્કૃત બોલે છે. :-

આજના સમયમાં આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી પણ સંકટમાં છે, ત્યારે કર્ણાટકના શિમોગા શહેરથી થોડેજ દુર એક ગામ એવું છે. જ્યાં ગામના લોકો ફક્ત સંસ્કૃતમાં જ વાત કરે છે. શીમોગા શહેરથી લગભગ 10 કિલોમીટર દુર મુત્તુરું ગામ પોતાની વિશિષ્ટ ઓળખને લીધે ચર્ચામાં છે. તુંગ નદીના કિનારે વસેલા આ ગામમાં સંસ્કૃત પ્રાચીન કાળથી જ બોલવામાં આવે છે.

લગભગ 500 પરિવારવાળા આ ગામમાં પ્રવેશ કરતા જ “भवत: नाम किम्?” એટલે “તમારું નામ શું છે?” એવું પુછવામાં આવે છે. “હેલો”ના સ્થાન પર “हरि ओम्” અને “કેમ છો?” ના સ્થાન પર “कथा अस्ति?” દ્વારા વાર્તાલાપ થાય છે.

બાળકો, વૃદ્ધ, યુવાઓ અને મહિલાઓ બધા જ સંસ્કૃતમાં વાત કરે છે. ભાષા પર કોઈ ધર્મ અને સમાજનો અધિકાર નથી હોતો, એટલે જ ગામના મુસ્લિમ પરિવારના લોકોપણ સંસ્કૃત એટલું જ સહજતાથી બોલે છે જેટલું બીજા બધા બોલે છે.

ગામની વિશેષતા છે કે ગામની માતૃભાષા સંસ્કૃત છે અને કામ કઈંપણ હોય ભાષા સંસ્કૃત જ વપરાય છે. આ ગામના બાળકો જ્યારે ક્રિકેટ રમે છે, ત્યારે રમતા હોય તો પણ સંસ્કૃત માં જ વાત કરે છે. ગામમાં બોધવાક્ય પણ સંસ્કૃતમાં જ લખેલા જોવા મળે છે. “मार्गे स्वच्छता विराजते। ग्रामे सुजना: विराजते।” એટલે કે “રસ્તા પર ની સ્વછતા જોઈને ખબર પડે છે કે ગામમાં સારા માણસો છે “. કેટલાક ઘરોમાં લખવામાં પણ આવ્યું છે કે અહીં તમે સંસ્કૃતમાં વાત કરી શકો છો. આ ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ સંસ્કૃતમાં જ આપવામાં આવે છે.

4. એક ગામ જે દર વર્ષે કમાય છે 1 અબજ રૂપિયા.

યુપીનું એક ગામ પોતાની એક ખાસિયતને કારણે આખા દેશમાં ઓળખાય છે. તમે કદાચ આ ગામની ઓળખાણથી દૂર હશો, પરંતુ દેશના ખુણા-ખુણામાં આ ગામે પોતાના ઝંડા ખોસી દીધા છે.

અમરોહા જનપદના જોયા વિકાસ ખંડના વિસ્તારનું એક નાનકડું ગામ છે. સલારપુર ખાલસા. 3500ની વસ્તીવાળા આ ગામનું નામ આખા દેશમાં છવાયેલું છે તેનું કારણ છે ટામેટા. ગામમાં ટામેટાની ખેતી મોટા પાયે થાય છે અને 17વર્ષ માં ટામેટા આસપાસના ગામો જમાપુર, સુદનપુર, આંબેડકરનગરમાં પણ છવાય ગયા છે.

દેશનો કદાચ જ કોઈ ખૂણો હશે, જ્યાં સલારપુર ખાલસાની જમીન પર ઉગેલા ટામેટા ન જતા હોય. ગામમાં 17વર્ષથી થઇ રહેલી ખેતીનું ક્ષેત્રફળ ફેલાતુ જ જાય છે. અને હવે મુરાદાબાદ મંડળમાં સૌથી વધારે ટામેટાની ખેતી આજ ગામમાં થાય છે. કારોબાર ની વાત કરીએ તો 5 મહિનામાં અહીં 60 કરોડ નો કારોબાર થાય છે.

જનપદમાં 1200 હેકટરમાં થતી ખેતીમાંથી ટામેટાની ખેતી આ ચાર ગામમાં જ એકલી 1000 હેકટરમાં થાય છે. જેને લીધે આ ગામ મુરાદાબાદ મંડળમાં પણ પહેલા નંબર પર છે.

5. આ છે જોડિયા (ટ્વિન્સ)નું ગામ, રહે છે 350થી વધારે જોડિયા.

કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલા કોડિન્હી ગામને જોડિયાના ગામ(Twins Village) ના નામથી ઓળખવામાં આવે છે. અહીં વર્તમાનમાં લગભગ 350 જોડિયા લોકો રહે છે. જેમાં નવજાત શિશુથી લઈને 65 વર્ષના વૃદ્ધ પણ છે. વિશ્વ સ્તર પર દરેક 1000 બાળકો પર 4 જોડિયા પેદા થાય છે, એશિયામાં તો આ શરેરાશ 4થી પણ ઓછી છે. પરંતુ કોડિન્હી માં દર 1000 બાળકો પર 45 બાળકો જોડિયા જન્મ લે છે. આ સરેરાશ આખા વિશ્વમાં બીજા અને એશિયામાં પ્રથમ નંબર પર આવે છે.

વિશ્વમાં પ્રથમ નંબર પર નાઈજીરિયાનું ઇગબો-ઓરા છે જ્યાં આ શરેરાશ 145 છે. કોડિન્હી ગામ એક મુસ્લિમ બહુમતી વાળું ગામ છે જેની આબાદી લગભગ 2000 છે. આ ગામમાં ઘર, શાળા, બજાર દરેક જગ્યા પર હમશકલ નજરે પડે છે.No comments:

Post a Comment

Pages